Miss Call From +92 [Phone Fraud - Wangiri]


બ્લોગ નો વિસય જાણી નવાય  લાગશે પણ આ જાણવા જેવી વાત છે , હમણાં થોડા સમય પેહલા મને +92 થી શરુ થતા એક number ઉપરથી Call આવ્યો ઉપાડું એ પેહલા તો કપાઈ ગયો ,Number ની સરુવાત +92 થી સરુ થતી હોવાથી મને થોડો સક થયો એટલે મેં એ Number ઉપર call કર્યો નહિ પણ Internet ઉપર શોધ્યું કે +92 એ ક્યાં દેશ નો કોડ છે અને એ જાણી  ને તો મારું દિમાગ હલી ગયું , +92 એ તો પાકિસ્તાન નો કોડ છે

                      હું વિચારમાં પડી ગયો કે સાલું પાકિસ્તાન થી મને કોણ call કરે જયારે વધારે માહિતી Internet પર શોધી તો એમ જાણવા મળ્યું કે છેલ્લા ગણા સમય થી આ રીતના Miss Call પાકિસ્તાનથી ભારતમાં આવે છે , આપણ ને  એ લોકો Miss Call કરે અને જો આપણે  એમને call  કરી એ તો એ Lottery જીત્યાં  છો એવી લોભામણી માહિતી આપે છે  ,તમારા બેંક ના ખાતા અંગેની અને તમારા વિશે વધુ માહિતી માંગે છે , મેહરબાની કરી મિત્રો +92 થી શરુ થતા number પર call  ના કરતા અને જો કરસો તો તમારા  Phone નું Balance પણ જશે .

                      જયારે મેં વધારે માહિતી મેળવી તો એવું જાણવા મળ્યું કે આ એક નવી ઉલ્લુ બનવાની રીત છે , જેની સરુઆત "જાપાન"માં થઇ હતી જેને "Wangiri " કેહવાય છે જેનો મતલબ English માં "Ring and Cut થાય છે એટલે કે ફોન લગાવી તરતજ કાપી નાખો ,ફ્રોડ કરનારા લોકો એક (IPRN ) International Preamium Rate Number ખરીદે છે જેમાં call  કરવાનો charge ગણો ઉંચો હોય છે , એ લોકો એક સામટા 1000 જેટલા લોકો ને Miss Call મારે છે અને જે તેમને વળતો call કરે એનું બેલેંસ કપાઈ જાય છે , જે Postpaid Card  વાપરતા હોય એને મહીને ખબર પડે છે અને જે લોકો Prepaid Card વાપરતા હોય એમને તરતજ .

                           મારું આ વિષય પર લખવાનું કારણ એકજ છે કે હું તો બચી ગયો પણ ગણા બધા લોકો ફસાઈ જાય છે ,એટલે મિત્રો આ માહિતી તમારા કુટુંબીજનો ને અને તમારા મિત્રો ને જણાવો જેથી કોઈ તમારા રૂપિયે જલસા ના કરે અને બને ત્યાં સુંધી Miss Call આવે તો એની સરુઆત +91 (ભારત નો કોડ ) થી થાય છે કે નહિ એ ચકાસી લેવું  જો ના હોય તો call  કરવાનું વિચારતાજ નહિ .


નોધ - મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરસો , તમારી પાસે જો કોઈ વધુ માહિતી હોય તો મેહરબાની કરી comment ના માધ્યમ ધ્વારા જણાવા વિનંતી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો