How to create a blog on blogger 2012-13 / Blogger tutorial in Gujarati

બ્લોગ કેવી રીતે બનાવવો 
 
                                                બ્લોગ કેવી રીતે બનાવો ? તેમાં પોસ્ટ કેવી રીતે લખવી એ બધુજ હું આ પોસ્ટ માં તમને સીખવીસ , ગણા બધાના મનમાં એક હાઉ હોય છે કે બ્લોગ બનાવા પ્રોગ્રામિંગ આવડવું જોઈએ સારું English આવડવું જોઈએ ને આવા બીજા ગણા બધા સવાલ દિમાગમાં ફરતા હોય છે પણ એવું કસુજ નથી મિત્રો બ્લોગ બનાવો એ તો નાના ટાબરિયાઓ ની રમત જેવું છે એટલે કે એકદમ સેહલું ,તમારી પાસે ફક્ત Computer અને Internet નું પાયા નું જ્ઞાન હોવું જરૂરી છે ,તમને બ્લોગ બનાવતા ફક્ત વધારે માં વધારે 2 મિનીટ જેટલો સમય લાગે ,દરેક ભાષામાં લોકો શીખવે છે કે બ્લોગ કેવી રીતે બનાવો પણ મેં જોયું તો ગુજરાત માં થી ગણા બધા બ્લોગ બનાવે છે અને વરસો થી કમાય છે પણ કોઈ પણ વિરલા ને એમના થયું કે લોકો ને બ્લોગ બનાવતા સીખવીયે ,ગણી વાર હું Search મારું છું પણ ગુજરાતી માં કોઈ Tutorial બનાવતું જ નથી ,તે પછી મારી ઈછાં જાગી કે હું જ સરુઆત કરું, તો ચાલો મિત્રો કુદી પડીએ બ્લોગ ની દુનિયામાં .
 
સ્ટેપ 1 -  Blogger.com ઉપર જાઓ , નીચે આપેલા ફોટા પ્રમાણે 



સ્ટેપ 2 - Blogger com ઉપર જસો એટલે નીચે આપેલા ફોટા જેવું page ખુલશે 
          -  "SIGN  Up " click કરી તમારે New Account બનાવાનું રેહશે ,જો તમારી પાસે કોઈ પણ Google નું    Account હોય તો new Account બનાવવાની જરૂર નથી તમે એજ  Account થી "Sign In" કરી શકો છો .
(google નું  Account એટલેકે -Gmail ,Orkut ,Google Plush ,)
 
સ્ટેપ 3 - SIGN UP ઉપર ક્લિક કરી ફોર્મ ભરી New Account બનાવ્યા બાદ તમારી સામે નીચે આપેલા ફોટા પ્રમાણે Web Page ખુલશે ,હવે "New Blog " ઉપર ક્લિક કરી તમારે તમારો બ્લોગ બનાવો .


















"New Blog " ઉપર ક્લિક કર્યા બાદ નીચે આપેલા ફોટા જેવું page ખુલશે , બ્લોગ બનાવતા પેહલા આટલી વાત યાદ રાખો .
   *બ્લોગ તમે કોઈ પણ વિસય પર બનાવી શકો છો , જે  વિસયમાં તમે માહિર હોવ એજ વિસય પર બ્લોગ  બનાવવો .
   *બ્લોગ નું Address એટલે કે નામ એવું આપવું જે લોકો ને આસાનીથી યાદ રહી જાય અને બને તો જે તમારો વિસય હોય એ વિસય ને અનુરૂપ જ આપવું (ઉદાહરણ તરીકે મારો એક બીજો બ્લોગ છે જે Facebook Timeline  Cover ઉપર બનાવેલો છે તો એ બ્લોગ નું નામ મેં Fbcovers123 આપ્યું છે એટલે બ્લોગ નું પૂરું Address આવું છે Fbcovers123.blogspot.com  )નોધ બ્લોગ Address તમે બદલી ના શકો એટલે બને ત્યાં સુંધી સમજી વિચારી નામ આપવું 

Title તમે ગમેતે આપી શકો છો અને તમે એને બદલી પણ શકો છો પણ બને ત્યાં સુંધી title પણ તમારો બ્લોગ નો જે વિસય હોય એના ઉપરજ રાખવું 
Template - તમે કોઈ પણ રાખી શકો છો , અને ઇછા થાય ત્યારે બદલી પણ શકો છો , સમજી લોકે આ તમારા mobile માં theme Select કરવા જેવું જ છે અને એટલી જ આશાની થી બદલવા જેવું છે .
 
                            નીચે આપેલા ફોટામાં જુઓ જરા, મેં "GujaratiRocks1" નામ આપ્યું છે Address માં અને Title માં "Gujarati Rocks" ,આજ રીતે તમે તમારા બ્લોગ ને તમારું આગવું નામ આપો , હવે આબધુ કર્યા બાદ તમારે ફક્ત "Create  Blog!" ઉપર ક્લિક કરવી  નીચે આપેલા ફોટા પ્રમાણે .

 


 Create Blog ઉપર ક્લિક કર્યા બાદ નીચે આપેલા ફોટા જેવું page ખુલી જશે 












અને હવે તમે View Blog ઉપર ક્લિક કરી તમારો બ્લોગ જોઈ સક્સો
 (ઉપરના ફોટા માં એરો આપ્યો છે તે પ્રમાણે ક્લિક કરવી )
 
 
View Blog ઉપર ક્લિક કર્યા બાદ તમારો બ્લોગ નીચે આપેલા ફોટા જેવો દેખાશે . :)
















તમારો બ્લોગ તૈયાર , ખાલી વાંચવામાં સમય વધારે લાગ્યો હશે પણ જયારે બનાવવા બેસો તો જડપથી બની જશે હું આશા રાખું છું કે તમને મજા પડી હશે , જો તમને કઈ ના સમજાય તો Comment ના માધ્યમ ધ્વારા તમે મને કહી શકો છો . :)


***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને "Blogger tutorial in Gujarati" વિશે નો લેખ  કેવો લાગ્યો .

4 ટિપ્પણીઓ: